


મોરબીના આઇકોન સિરામિકમાં રહીને મજુરી કામ કરતા મોહન બાબુભાઈ માલવી (ઉ.૨૬) રાત્રીના કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે કોલગેસની અસર થતા તેની મોત નીપજ્યું હતું.જયારે મોરબીના નવા જાંબુડિયા નજીક આવેલ કોમેન્ટ સિરામિકમાં રહેતા પીન્ટુભાઈ સ્વાંગચંદ્ર ગોરિયા (ઉ.૧૯) રાત્રીના કારખાનામાં સુતા હતા ત્યારે હાથમાં કોઈક જીવ કરડી હતા સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મોત નીજ્યું હતું.તેમજ મોરબીના બગથળા ગામે રહેતા નાથાભાઈ કેશાભી રાંકજા (ઉ.૩૫) પોતાના ઘરે છત પર હતા ત્યારે અચાનક તેમને ચક્કર આવતા પહેલા માળેથી પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ ત્રણેય બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.