વાહનચોર ગેંગનો તરખાટ : મોરબીમાંથી વધુ ત્રણ બાઈક ચોરાયા

મોરબીમાં લુટ, અકસ્માત, ચોરી જેવા બનાવો વધતા જાય છે ત્યારે મોરબીમાં વધુ ત્રણ બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા બચુભાઈ ગંગાભાઈ વિઠલ્લાપરા(ઉ.૫૭) પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ડી ૪૩૮૨ કીમત રૂ.૩૦૦૦૦ વાળું લઈને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ એન્ટીક ટાવરમાં તા.૨ ના રોજ ગયા હોય દરમિયાન સાંજના સુમારે કોઈ અજાણ્યા ઇસમ તેનું મોટર સાઈકલ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

તેમજ બીજા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા નીતિનભાઈ રઘુભાઈ કોળી (ઉ.૨૫) વાળનું મોટર સાઈકલ જીજે ૧૩ એઈ ૧૬૨૧ કીમત રૂ.૧૫૦૦૦ તથા તેના બાપુજીના માલિકીનું જીજે ૧૩ એમએમ ૬૫૯૮ કીમત રૂ.૧૦૦૦૦ બંને પોતના ઘર પાસે પડ્યા હોય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat