



હળવદના માથક ગામે જૂની અદાવતનો ખાર રાખી વૃદ્ધ પણ ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા વૃદ્ધ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના માથક ગામે ગત શુકવારે રાત્રીના સમયે ફરીયાદી કૃષ્ણસિંહ છત્રસિંહ ઝાલા ( ઉ.વ.૬૨ ) વાળાઓ ગામના ચોરે બેઠા હતા ત્યારે લગભગ રાત્રીના લગભગ ૮ વાગે (૧) હરપાલસિંહ જસવંતસિંહ ઝાલા (૨) વિરેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા (૩) હરપાલસિંહ જસવંતસિંહ ઝાલા નો દિકરો રહે. બધા માથકવાળા એક સપ કરી ને અગાઉ થી કાવતરું રચી ને ફરીયાદી વૃદ્ધ પર તલવાર વડે માથાના ભાગે હુમલો કરવા જતા તે વૃદ્ધ પોતનો બચાવ કરવા જતા તેને પીઠ અને હાથમાં તલવાર ના ઘા લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા હુમલા બાદ આરોપીઓ નાસી ગયા હતા અને પોલીસે હત્યાનો પ્રયાસ નો ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે



