Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઘરે ધસી આવીને યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

વાંકાનેરના કોટડા નાયાણી ગામના યુવક પર ૩ શખ્સોએ ઘરમાં ધસી આવીને પાઇપ વડે હુમલો કર્યો કરતા યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.વાંકાનેર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતો બટુક ભનાભાઈ સોલંકી (ઉ.૨૩) ગઇકાલે સાંજે ઘરે હતો દરમિયાન અવચર રણછોડ, ઘના રાઠોડ અને અલ્પેશ એ ત્રણ શખ્સોએ તેના ઘરે ધસી આવી ને બટુક પર પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોચતા પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat