



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી બી ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્શોને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે
બી ડીવીઝન પોલીસે મોરબીના વિસીપરા મદાની સોસાયટી પાસેની ઓરડીમાં બાતમીને આધારે દરોડો કરીને ૨૪ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૭૨૦૦ અને મોબાઈલ સહીત કુલ ૭૭૦૦ સાથે આરોપી અબ્દુલ સુમરાને ઝડપી લીધો છે અને સાજીદ સુમરા નામના શખ્શનું નામ ખુલ્યું છે જયારે મોરબી તાલુકા પોલીસે મકનસર દશામાં મંદિર પાસેથી આરોપી ધવલ ચંદુ પીપળીયા રહે રફાળેશ્વર અને રમણીક પ્રેમજી કોળી રહે નવા જાંબુડિયા વાળાને ઝડપી લઈને છ બોટલ દારૂ કીમત રૂ ૧૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે



