વાંકાનેરના કોટડા નાયાણી ગામે ભેખડ ધસી જતા ત્રણ શ્રમિકોના મોત

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડી ખાતે સાંજના સમયે જુનો કૂવામાંથી ગાળ કાઢતી વેળા એ અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ઘટના ની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ફીરોજભાઈ જેમાં ભેખડ નીચે દબાઈ જવાના કારણે ત્રણેય હુસેનભાઇ કાતિયાર ની વાડી એ જુના કૂવાનો ગાળ કાઢવાનું કામ છ શ્રમિકો દ્વારા કરવામાં આવતું હતું જેમાં ત્રણ શ્રમિકો કૂવાની અંદર ગાળ કાઢવાની કામગીરી કરતા હતા અને બાકીના ત્રણ મજૂરી કૂવાની ઉપર કામગીરી કરતા હોય દરમિયાન અચાનક ભેખડ ધસી પડવાની ધટના બની હતી.આ ધટના માં મનસુખભાઇ પોપટભાઈ સોલંકી (ઉ.વ. 44),નાગજીભાઈ સોમાભાઈ સીતાપરા (ઉ.વ. 45)‌ અને વિનુભાઇ બચુભાઈ ગોરીયા નામના શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયા હતા તો ધટના ની જાણ થતાં વાંકાનેર તાલુકા પી એસ આઈ વી આર સોનારા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat