



મોરબીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા મુર્તદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીથી ખાનપર તરફ એસન્ટ કાર નબર જી.જી.૦૩ સી.એ. ૪૮૧૪ જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમવાતા રાજપર થી થોરાળા વચ્ચે આવેલ બોખરીયા હુનામાન મદિર પાસે આવેલ વીજ્પોલમાં કાર ધડાકાભેર અથડાતા કારણો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર રાજેશભાઈ , મનોજભાઈ અને એક મહિલા સહિત ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ હાહ ધરી હતી પણ સારવાર મળે તે પેહલા જ કારમાં સવાર એક મહિલા સહિત ત્રણય ના મોત થયા હતા અકસ્માત થત મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગાય હતા

