મોરબીના લાલપર અને માળિયાના વવાણીયા ગામે બઘડાટીમાં વૃદ્ધ દંપતી સહીત ત્રણને ઈજા

મોરબીના લાલપર નજીક આવેલા નળિયાના કારખાનામાં કામ કરતા વૃદ્ધ અને તેની પત્નીને મહિલા સહિતના ચાર શખ્શોએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જયારે માળિયામાં ચાર ઇસમોએ જૂની અદાવતનો ખાર રાખી યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે

મોરબીના લાલપર નજીકના તાજનળિયાના કારખાનામાં મજુરી કરતા સુનીલભાઈ દાનાભાઈ અનુ.જાતી (ઉ.વ.૫૮) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી શાંતાબેન સોદરવા, દિનેશ સોદરવા, કારુ જીવા વેગળા અને ચંદુ વણકર રહે. બધા તાજનળીયાના કારખાના વાળાએ એકસંપ કરીને ફરિયાદીને ગાળો આપી લોખંડનો એન્ગલથી હાથમાં અને માથાના ભાગે માર મારી ફરિયાદીની પત્નીને પગમાં લોખંડ એન્ગલ મારી ઈજા પહોંચાડી છે

જયારે બીજા બનાવમાં માળિયાના વવાણીયા ગામે રહેતા માનસંગભાઇ માધવભાઇ સુરેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત કાનજી, સામજી ભુજા, કાનજી ભુજા અને મકા કાનજી અગેચણીયા રહે બધા વવાણીયા તા તા.માળીયા (મી) વાળાએ અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી સાહેદને મારવા દોડતા ફરિયાદી વચ્ચે પડતા આરોપીઓએ પાઈપ વડે ઘા મારી તેમજ લાકડી અને ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

Comments
Loading...
WhatsApp chat