

મોરબી અને માળિયા વિસ્તારમાં મારામારીના બે બનાવો નોંધાયા છે જેમાં ત્રાજપર નજીક મહિલાને બે શખ્શોએ માર માર્યો હતો તે ઉપરાંત માળિયા પંથકમાં મારામારીના બનાવમાં બે યુવાનોને ઈજા પહોંચી છે
મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી સીદુબેન મનુભાઈ વરાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રમેશ પરષોતમ કોળી અને રાજેશ લાભુ કોળી રહે. બંને મોરબી વાળાએ કોઈપણ કારણ વિના દારૂ પીધેલ હાલતમાં તેને ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે જયારે માળિયાના વેણાસરના રહેવાસી આમીન રહીમ મિયાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અબ્બાસ આદમ સામતાણી અને અયુબ આદમ સામતાણી રહે. બંને વેણાસર વાળા તેના ઘરે આવી મારી બહેન હાજરાને હેરાન કરો છો અને ત્રાસ આપો છો કહીને લાકડી વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી અને તેના ભાઈને ઈજાઓ પહોંચાડી છે. માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.