Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પંથકમાં ત્રણ સ્થળે અપમૃત્યુના બનાવ, જાણો કેવી રીતે થયા ત્રણના મોત ?

મોરબી પંથકમાં રવિવારે જુદા જુદા ત્રણ સ્થળે અકસ્માતના બનાવો સર્જાયા હતા જેમાં સિરામિકમાં એક બાળકીનું મોત થયું હતું જયારે કારના ચાલકે ઠોકર મારતા એક બાઈક સવારનું મોત થયું છે તેમજ એક મજુર કામ કરતા પડી જતા તેનું મોત થયું છે.

મોરબી પંથકમાં ત્રણ અપમૃત્યુ બનાવમાં પ્રથમ બનાવ બેલા ગામ નજીકના સ્પેનો સિરામિકમાં સર્જાયો હતો જેમાં મજુર પરિવારની સરિતા હેગડા નામની એક વર્ષની દીકરી રમતી વેળાએ કુંડીમાં પડી જતા તેનું મોત થયું હતું

જયારે અન્ય બનાવમાં પરપ્રાંતીય મજુર રેવતરામ રાજારામ (ઉ.વ.૨૩) નામનો યુવાન રવાપર ગામ નજીકના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં કામ કરતો હતો ત્યારે સાતમાં માળેથી અકસ્માતે પડી જતા તેનું મોત થયું હતું

જયારે ત્રીજા બનાવમાં જયંતી ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ધર્મેશ રૂપા ગોહિલ રહે. મકનસર વાળો આજે બાઈક પર જતો હોય ત્યારે ઇકો કાર નં જીજે ૨૧૯૦ ના ચાલકે બાઈકને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું હતું મોરબી તાલુકા પોલીસ અને એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat