

ટંકારા હાઇવે રોડ પર અકસ્માતનો કાફલો પહ્ચીયો. ત્રણ જુદા જુદા અકસ્માતના બનાવમા બેના મોત નિપજ્યા છે અને એક ધાયલ વ્યક્તિને મોરબી ખસેડ્યા છે.બનાવની મળતી વિગત અનુસારઆજે સાંજે રાજકોટ મોરબી રોડ પર હરબટીયાળી પાસે બાઈક ને અજાણ્યા વાહનની ટક્કર મારતાં રાજકોટ ના તળપદા કોરી હર્ષદ અમુભાઈ જાદવ નુ મોત થયું છે. જ્યારે તેમના પત્ની ને સામાન્ય ઈજા પહોંચી હતી.મિત્ર ને ત્યાં પુત્ર નો જન્મ થયો હોય જબલુ આપવા જતા હતા ત્યારે મોત ને ભેટયા હતા. બિજા અકસ્માતના બનાવ મા નેકનામ ગામના જુવાન જોધ લાલજી જીવા ખાણ લેવા બાઈક લઈને જતા હતા ત્યારે હેન્ડલ પર કાબુ ગુમાવતા લાઈટ ના થાભલ સાથે ધડાકા ભેર બાઇક અથડાતા મોત થયું હતું. ત્રીજા અકસ્માતના બનાવમા ખેતરે થી કામ આટોપી ધરે આવી રહેલ ધરતી પુત્ર જગદીશભાઈ સવજી દુબરીયા નુ બાઈક અમરાપર રોડ પર સ્લીપ થતાં પગના ભાગે ઇજા થઇ હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડ્યા છે હાલ તેમની તબિયત સારી હોવાનું પાઈલોટ એ જણાવ્યું હતું