Billboard ad 1150*250

મોરબી પાલિકા કર્મચારીઓની આવતીકાલથી ત્રણ દિવસની હડતાલ

0 357

અખિલ ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્યભરના પાલિકાના કર્મચારીઓ હડતાલમાં જોડાશે જેમાં મોરબી મ્યુની. એમ્પ્લોયઝ યુનિયન મોરબીના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે. જે હડતાલ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે રાજ્યની ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ, રોજમદારોને કાયમી કરવા, મહેકમ ખર્ચની મર્યાદા નાબુદ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારને અનેક રજુઆતો કરી હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી તેમજ છેલ્લે તા. ૦૪ ના રોજ રેલી ધરણાના કાર્યક્રમમાં પણ કર્મચારીઓ જોડાયા હતા ત્યારે હવે પોતાની માંગણીઓ અંગે સરકારની આંખ ખોલવા કર્મચારી હડતાલનો માર્ગ અપનાવશે. આજે તા. ૧૧ થી તા. ૧૩ સુધી ત્રણ દિવસ કર્મચારીઓ હડતાલમાં જશે જેથી સફાઈ, પાણી, લાઈટ બંધ રાખીને પ્રતિક હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat