ટંકારામાં ત્રણ દિવસીય નિશુલ્ક યોગ શિબિર

નીરોગી જીવન જીવવા માટે યોગ અતિ ઉપયોગી હોય, ટંકારા ખાતે આગામી માસમાં ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના આર્ય સમાજ મંદિર ખાતે તા. ૦૩ થી ૦૫ નવેમ્બર દરમિયાન રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમિયાન નિશુલ્ક યોગ શિબિર યોજાશે જેમાં લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય બનાવવાની ક્રિયા દ્વારા ફક્ત ૭ મિનીટના યોગ દ્વારા તન અને મનની તંદુરસ્તી મેળવવાનું શીખવવામાં આવશે. નિશુલ્ક યોગ શિબિરમાં જોડાવવા માટે દેવકરણભાઈ આદ્રોજા મો. ૯૪૨૬૨ ૪૭૨૮૨ અને રવીન્દ્ર ભટ્ટ મો. ૯૮૯૮૨ ૮૮૭૭૭ નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat