Billboard ad 1150*250

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી સ્ત્રી મોરબી આવી પહોચી..જાણો વધુ….

0 667
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

પડધરી તાલુકા જોધપર ગામે રહેતી સ્ત્રી અસ્થિર મગજની હોય જે મોરબી શંકાસ્પદ હાલતમાં હોય જેની જાણ પોલીસને થતા તુરતું સ્થળ પર પહોચીને તેના વાલી-વારસને સોપી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ ગત તા.૩૦ ના રોજ રાત્રીના ભક્તિનગર સર્કલ નજીક એક સ્ત્રી શંકાસ્પદ હાલતમાં હોય તેવી જાણ મોરબી એ ડીવીઝન પોલીસને થતા પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા, આરતીબેન, હરીશભાઈ ચાવડા, મોમજીભાઈ ચૌહાણ, શક્તિસિંહ ઝાલા અને ચકુભાઈ કરોતરા સહિતની ટીમ સ્થળ પર જઈને તપાસ કરતા તે સ્ત્રીનું કાઉન્સિલિંગ કેટ તે કોઈ સ્પષ્ટ હકીકત જણાવી ન શકતા પોતાનું નામ કારીબેન છલાં જોધપર હોવાનું જણાઈ આવતા પોલીસ મથકના શક્તિસિંહ ઝાલાએ જોધપર ખાતે વાલી-વારસની શોધખોળ કરતા તમોરબી એ ડીવીઝન પોલીસને સફળતા મળી હતી અને તે સ્ત્રી કારીબેન ઇસલિયા રતનશી ભીલ રહે૦હલ છલાં જોધપર તા.પડધરી હોવાનું તથા છેલ્લા ત્રણ દિવસથી ધરેથી નીકળી ગયેલ હોય અને તેણી માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.જેથી તેના વાલી-વારસને બોલાવીને મોરબી એ ડીવીઝન પોલીસે કારીબેનને તેના પરિવારને સોપી હતી અને માનવતાનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું.

મોરબી એ ડીવીઝન પોલીસની આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા, હરીશભાઈ ચાવડા, શક્તિસિંહ ઝાલા, મોમજીભાઈ ચૌહાણ અને ચકુભાઈ કરોતરાએ કરેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat