


નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે નવી દિશા અને નવા વિચારોથી શિક્ષકોની ભૂમિકા સરળ અને સફળ બની રહે તેવા ઉમદા હેતુથી નવયુગ શૈક્ષણિક સંકુલ, મોરબી રાજકોટ હાઈવે ખાતે તા. ૦૩ થી ૦૫ દરમિયાન ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જે સેમીનારમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો જ્ઞાન પીપાષુઓને પોતાની આગવી શૈલીમાં જ્ઞાન આપશે. ટીચર્સ ટ્રેનીંગ સેમીનારમાં જોડાવવા ઈચ્છુક સ્ટાફ ગણને પોતાનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવવા માટે અને ટીચર્સ ટ્રેનીંગ સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું છે.