મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પંચાસર ચોકડી નજીક આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે શ્રી ગણેશ પૂજન ,પુણ્યા વાચન, દ્વિતીય દિવસે દેવ સ્થાપન, અરણી દ્વારા અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, પ્રધાનહોમની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો

        તૃતીય દિવસે દેવ પ્રબોધન વિધિ, દેવ ન્યાસ વિધિ અને દેવતાઓનું નિજ મંદિર તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા બિરાજ્યા હતા મહોત્સવમાં આશીવચન પાઠવવા બગથળા મહંત દામજી ભગત અને રામરોટી આશ્રમના મહંત જયંતીરામ સહિતના સંતો મહંતો પધાર્યા હતા

Comments
Loading...
WhatsApp chat