મોરબીના પટેલ પરિવારની ત્રણ દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી

હાલમાં યુગમાં દીકરા-દીકરીને એક સમાન ગણીને તમામ હક આપવામાં આવે છે પણ ઘરના સ્વજન મૃત્યુ પામ્યા હોય ત્યારે દીકરા કે અન્ય પરિવારજનો તેને કાંધ આપતા હોય છે જયારે મોરબીમાં વસતા એક પટેલ પરિવારની ત્રણ દીકરીઓએ માતાને કાંધ આપીને સમાજને ઉત્તમ  ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના પારેખ શેરી વિસ્તારમાં રહેતા જ્વીબેન વાઘજીભાઈ આદ્રોજાનું ૧૦૬ વર્ષની જયેષ્ઠ વયે અવસાન થયું હતું મેં વૃધ્ધાના પુત્રનું પણ અવસાન થયેલું હોય અને હાલ પરિવારમાં તેની ત્રણ દીકરીઓ હંસાબેન, હીરાબેન અને ચંદાબેન હયાત હોય જેથી દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને પુત્ર ધર્મ નિભાવ્યો હતો

દીકરો જ માતાની અર્થીને કાંધ આપી સકે તેવી પરંપરાનું ખંડન કરીને પટેલ પરિવારની દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી હતી અને સમાજને નવી રાહ ચીંધી છે તો આજના ૨૧ મી સદીના યુગમાં દીકરો દીકરી એક સમાન તેવા સુત્રો દીવાલ પર લખવાને બદલે ખરેખર દીકરા દીકરીને સમાનતાથી જોવામાં આવે તે સમયની માંગ છે  

Comments
Loading...
WhatsApp chat