Billboard ad 1150*250

મોરબીના ટીંબડી પાટિયા નજીક આશ્રમમાં થયેલ ચોરીના ગુન્હામાં ત્રણ ઝડપાયા

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ટીંબડી પાટિયા નજીક આશ્રમમાં આઠ માસ પૂર્વે થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને અન્ય બે આરોપીના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

        બનાવન પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ ઉદાસીન આશ્રમમાં તા. ૧૯-૦૧-૨૦૧૯ ના રોજ આશ્રમમાં અજાણ્યા ઇસમોએ વિડીયો કેમેરો કીમત રૂ ૧૦ હજાર અને લેપટોપ કીમત રૂ ૧૦ હજાર તેમજ રોકડ રૂ ૧.૩૫ લાખ સહીત કુલ રૂ ૧.૫૫ લાખના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ચોરીના ગુન્હા મામલે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ, નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળીયા, રમેશભાઈ મુંધવા, અમિતભાઈ વાંસદડિયા, ભરતદાન દેથા, ચંદ્રસિંહ પઢીયાર, હિતેશ ચાવડા, કિર્તીસિંહ જાડેજા અને અશોકભાઈ ખાંભરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જેતપર રોડ પર પાવળીયારી નજીકથી શંકાસ્પદ ઈસમો દેવરાજ જુગાભાઇ દેગામાં રહે ચીખલી તા. માળિયા, શેખર ચંદુભાઈ કોળી રહે ચીખલી તા. માળિયા અને રફીક અકબર પારેડી રહે ચીખલી તા. માળિયા એમ ત્રણને ઝડપી લઈને મોબાઈલ નંગ ૧ કીમત રૂ ૧૨,૫૦૦ અને મોટરસાયકલ સહિતનો મુદામાલ કબજે લઈને આરોપીની સઘન પૂછપરછ કરી હતી

જેમાં આરોપીઓએ અગાઉ આશ્રમમાં ચોરી કરી હોવાની કબુલાત આપતા આરોપીની અટકાયત કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને બાકી બે આરોપીo સલેમાન તથા દિલીપ રહે બંને ચીખલી વાળાના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આઠ માસ પૂર્વે થયેલા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat