Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા ત્રણ બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબીના નટરાજ ફાટક નજીક ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ ગરીબ પરિવારના ત્રણ બાળકો રાત્રીના પુલ પર ચાલ્યા ગયા હોય જે પોલીસને મળી આવતા પોલીસે તેની માતા સાથે બાળકોનું સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબીની નટરાજ ફાટક નજીક કેસર બાગ પાસે રહેતા આશાબેન પટણી નામના દેવીપૂજક મહિલાના પતિ જેલમાં હોય અને તે ભિક્ષાવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને ગત રાત્રીના સમયે તેની દીકરી પૂજા તેમજ દીકરા વિશાલ અને આર્યન એ તેની પાસે સુતા હતા પરંતુ મોડી રાત્રીના બે વાગ્યાના સુમારે માતા ઉઠતા બાળકો ત્યાં ના હોય જેથી ગભરાયેલી માતાએ આસપાસમાં તપાસ ચલાવી હતી પરંતુ બાળકોનો પત્તો લાગ્યો ના હતો

જેને પગલે માતાએ માળિયા ફાટક નજીક આવેલી બી ડીવીઝન પોલીસ મથકે સંપર્ક કર્યો હતો તો રાત્રીના સમયે ત્રણેય બાળકો પાડા પુલ પર બેઠા હોય જેથી તેણે પોલીસમથકે લઇ આવ્યા હતા અને માતા પોલીસ મથકે પહોંચતા જરૂરી પૂછપરછ કરીને ત્રણેય બાળકો માતાને સોપી દીધા હતા આમ મોરબી બી ડિવિઝન પીઆઇ આર.કે.ઝાલા, આઈ.ટી.જામ તેમજ ચેતનભાઈ કડવાતર અને અર્જુનસિંહ ઝાલા સહિતની પોલીસની ટીમે ત્રણ બાળકોનું માતા સાથે મિલન કરાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat