



મોરબીના લીલાપર રોડ પર ગરબીમાં ત્રણ શખ્શો ગાળો બોલતા હોય જેથી આયોજકે ગાળો બોલવાની ના કહેતા ત્રણ શખ્શોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે
મોરબીના લીલાપર રોડ પરના સાત હનુમાન સોસાયટીના રહેવાસી નારણ માધા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજ જીલુભાઈ ગોગરા, જીગો જીલુભાઈ ગોગરા, અને જયદીપ જીલુભાઈ ગોગરા એ ત્રણ શખ્શો ગરબીમાં આવીને ગાળો બોલતા હોય અને ફરિયાદી ગરબીના આયોજક હોય જેને ગાળો બોલવાની ના કહેતા છરી બતાવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે



