ટંકારાનાં ઓટાળા ગામે પેટ્રોલ ચોરીનું કૌભાંડ, મહિલા સરપંચના પતિ સહીત ત્રણ ઝડપાયા

ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક રિલાયન્સ કંપનીના ટેન્કરમાથી પેટ્રોલ ચોરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.જે મામલે ટંકારા પોલીસે ઓટાળા ગામના મહિલા સરપંચના પતિ સહિત ત્રણને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ટંકારા પોલીસ ઓટાળા ગામ નજીક પેટ્રોલીંગમાં હોય દરમિયાન ટંકારાના ઓટાળા ગામ પાસે રાત્રીના ૮:૩૦ વાગ્યાના અરસામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેન્કરમાથી બે બેરલમા પેટ્રોલની ચોરી કરતા ઓટાળાના મહિલા સરપંચના પતિ અશ્વિન કરશનભાઈ દેસાઈ, ભાવેશ પરબતભાઈ આહિર તથા વનરાજ ભિખાભાઈ બાલાસરાને રંગે હાથ ઝડપી લીધા હતા.આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat