માળિયા આંગડીયા ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો

 

માળિયા હાઇવે પર આંગડીયા કર્મચારીનો ૬૨.૫૦ લાખની રોકડ રકમ ભરેલો થેલો ચોરી થયાના બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આંગડીયા ચોરી પ્રકરણમાં એલસીબી ટીમ તપાસ ચલાવી રહી હોય જે પ્રકરણમાં પોલીસે આરોપી આરોપી કરણભા ગઢવી સહિતના આરોપીઓને ઝડપી લીધા હોય જેમાં આરોપી કરણભા ગઢવી રહે રાપર વાળા પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૨૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૦૮ કીમત રૂ ૮૦૦ મળીને કુલ ૨૦,૮૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેથી માળિયા પોલીસ મથકમાં આરોપી કરણભા ગઢવી રહે રાપર કચ્છ તેમજ આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમર અને રવિન્દ્ર ઉર્ફે દીપુ ટુંડેસિંગ તોમર રહે બંને એમપી વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat