



વાંકાનેર તાલુકાના જોધપર ગામે ખરાવાડમાંથી લાદી, ઇંટો અને લાકડા લેવા બાબતે ચાર શખ્સોએ આધેડ સાથે બોલાચાલી કરી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાંકાનેર તાલુકા જોધપર ગામે રહેતા મનુભાઈ વાધાભાઈ ચાવડા સાથે આહમદ અલાઉદીનભાઈ ખોરજીયા, રહીમ હબીબભાઈ શેરસીયા, અબ્દુલ હશનભાઈ ખારેજીયા અને ઈબ્રાહીમ નુરમામદભાઈ શેરસીયાએ ખરાવાડમાંથી લાદી, ઇંટો અને લાકડાલેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી
અને આરોપી આહમદ અલાઉદીનભાઈ ખારેજીયાએ મનુભાઈને તમો ઢેઢાને અહી રહેવા નથી દેવા તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી હડધૂત કરી આરોપી રહીમ, અબ્દુલ, હશન અને ઈબ્રાહીમ એ મનુભાઈને સમાન નહિ લેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મનુભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



