હળવદમાં પત્ની સામે બીભત્સ ચેનચાળા, પતિને મારી નાખવાની ધમકી

 

હળવદ પંથકમાં જાહેરમાં સ્ત્રી સામે બીભત્સ ચેનચાળા કરી બાદમાં પતિ સહિતનાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

 

હળવદના નવા ઇશનપુર ગામના રહેવાસી શંકરભાઈ મોહનભાઈ પરમારે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના જ ગામનો રહેવાસી આરોપી ચંદુભાઈ ઉર્ફે રાજો જેરામભાઈ પરમાર નામનો શખ્શ ફરિયાદીની પત્ની અને સંતાનો સામે બીભત્સ ચેનચાળા કરતો હોય જેને સમજાવવા જતા આરોપીએ ફરિયાદી અને સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બનાવની નોંધ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat