લગ્ન કરવાની ના પાડતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી

        મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં એક શખ્શે મહિલાએ લગ્નની ના પાડતા તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

        મોરબી તાલુકાના ધરમપુર ગામના રહેવાસી નિરાલીબેન હીરાભાઈ વાલેરા (ઊ.વ. ૨૦) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત સોલંકી રહે. ઇન્દીરાનગરવાળો તેને ફઈનો દીકરો થતો હોય જેને ફરિયાદીએ લગ્ન કરવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદી તથા તેની સાથે રહેલ પુજાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat