પ્લોટમાં કબજો કરનારને નોટીસ પાઠવતા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

જેતપર ગામે એકટીવામાં તોડફોડ કરી નુકશાન

મોરબીના લીલાપર ગામના સરપંચે પ્લોટમાં કબ્જા અંગે નોટીસ પાઠવી હોય જે સારું નહિ લાગતા રબારી શખ્શે સરપંચને લાકડી લઇ મારવા દોડી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે

મોરબીના લીલાપર ગામના રહેવાસી મુકેશ શામજીભાઈ શેરશીયાએ ફરિયાદ નોંધાવી છે કે તે ગામના સરપંચ હોય અને દલિતોના પ્લોટ લીલાપર ચોકડી આવેલા હોય જેનો કબજો ગોવિંદ બીજલ રબારી રહે. લીલાપર રોડ વાળા પાસે હોય જે ખાલી કરવા નોટીસો આપતા સારું નહિ લાગતા ગાળો દઈને લાકડી વડે મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

જેતપર ગામે એકટીવામાં તોડફોડ કરી નુકશાન

મોરબીના જેતપર ગામે રહેતા વિમલભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના એકટીવા નં જીજે ૩૬ ડી ૪૧૧૭ લઈને નાસ્તો લેવા જતા હતા ત્યારે આરોપી રમેશ જીવા રહે. જેતપર વણકરવાસ વાળો હાથમાં તલવાર લઈને આવી ફરિયાદી અને તેની સાથે રહેલા મિત્રને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને એકટીવાના આગળના ભાગે નુકશાન કર્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat