


હળવદના ઢવાણા ગામે બોલાચાલી થયા બાદ પતિ પત્ની અને બે દીકરીઓએ આધેડ સાથે ઉગ્ર બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના સરંભડા ગામના રહેવાસી જયંતીભાઈ ધરમશીભાઈ બાવળિયા જાતે કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સવજી ત્રિકમ કોળી, તેની પત્ની અને બે દીકરીઓ રહે. બધા ઢવાણા તા. હળવદ વાળાએ તેની સાથે જમીન બાબતે બોલાચાલી કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હળવદ પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

