


મોરબીના રણછોડનગર વિસ્તારમાં રાત્રીના સુમારે હસી મજાક કરવા બાબતે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતા અમીત શામજીભાઈ કોળીએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે આરોપી રામો રમેશભાઈ કોળીની બહેન કાજલ સાથે હસી મજાક કરતો હોય જે આરોપી રામો રમેશભાઈ કોળી, તેના કાકાનો દીકરો વિશાલ અને બનેવી અરવિંદ કોળીને ગમતું ન હોય જેથી ત્રણેયએ ફરી અમીતને ગાળો આપી જો કાજલ સાથે હસી મજાક કરીશ તો જાનથી મારી નાખીસ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાય હતી.મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

