ચરાડવા ગામે ખેતરમાં પ્રવેશ કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

હળવદમાં ચાર ઇસમોએ દલિત આધેડના ખેતરમાં ઘુસી તેણે ધમકીઓ આપી હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના જેલ રોડ પરના વણકરવાસણા રહેવાસી અને મૂળ ચરાડવાના વતની દિનેશભાઈ લાખાભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઠાકરશી ત્રિકમ દલવાડી અને તેના ત્રણ દીકરા રહે. બધા ચરાડવા તા. હળવદ વાળા લાકડી, ધારિયા જેવા હાથીયારો ધારણ કરી તેના ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને ગાળો અઆપી જતી વિષે અપમાનિત કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat