


હળવદના ચુપણી ગામે રહેતા ગણેશભાઈ વાલજીભાઇ કોળીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાંજના સમયે ખેતરડી ગામની સીમ નજીક થી પસાર થઇ રહ્યા હતા ત્યારે દેવેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ સબળસિંહ પરમાર રહે-ચુપણીને જૂની અદાવત હોય અને ફરી હાલ ગમના સરપંચ હોય તે દેવેન્દ્રસીહને ગમતું ન હોય તેનો ખાર રાખીને ગણેશભાઈને ગાળો આપી છરી બતાવીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ બીજામાં બનાવમાં વિક્રમભાઈ દેવકરણભાઈ કુવારીયા રહે- શંકરના મંદિર પાસે, ત્રાજપર વાળા પોતાનું મોટર સાઈકલ જીજે એફ ક્યું ૫૯૩૮ રાત્રીના હતા જતા ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર પાસે ટ્રક જીજે ૧૨ એ.ડબ્લ્યુ ૦૧૧૧ વાળાએ પુર ઝડપે ટ્રક ચલાવીને રોડ ક્રોસ કરતા ફરીના મોટર સાઈકલને હડફેટે લઇ ફંગોળી દેતા મોટર સાઈકલ પર ટ્રકનું જમણું વિલ ચડી જતા મોટર સાઈકલમાં વધુ નુકશાની આવતા મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોધાવ્યો છે.