મહેન્દ્રપરા એમઆરએફના ગોડાઉનમાંથી ટાયર-ટ્યુબની ચોરી કરનાર શખ્સો ઝડપાયા

                                                                                   મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર  આવેલ એમઆરએફના ગોડાઉનમાંથી કોઈ અજાણ્યો ઇસમ ટાયર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ગોડાઉન માલિકે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.

 

                                                                                   મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર આવેલ  એમઆરએફ ટાયરના ગોડાઉનના તા.૩ ના રાત્રીના તા.૪ ના સવાર ના સુમારે ગોડાઉનના તાળા તોડી ગોડાઉનમાં કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી એમઆરએફના ૧૦.૦૦*૨૦ની સાઈજના નકશી વાળા મોટર ટાયર-ટ્યુબ નંગ-૪ કીમત ૭૦૦૦૦ ના મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ગોડાઉન માલિક વૈભવભાઈ દીપકભાઈ મહેતાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 

                                                                                    મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરી અને પીએસઆઈ એમ.વી.પટેલ સહિતની ટીમે તપાસ ચાલવતા આગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ અજીત ઈસ્માઈલભાઈ જુણેજાને બાતમીના આધારે ઝડપી પાડી તેની અંગઝડતી કરતા તેની પાસેથી ૧૯૮૦૦ રોકડ મળી આવતા તે ચોરીના વેચાણના હોય તેમજ તેને આ ટાયર મોરબીના વિદ્યુતનગરમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા જીલુભાઈ પીઠાભાઈ ગોગરાને વેચેલ હોય જેથી પોલીસે ત્યાં દરોડો કરી તેના કબજામાં રહેલ ચોરીનો મુદામાલ ટાયર નંગ-૪ કીમત રૂ.૭૦૦૦૦ જપ્ત કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat