


હજુ તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ગુજરાતીઓના અતિ પ્રિય એવા નવરાત્રીના તહેવારના ખાસ્સો સમય બાકી છે જોકે રાસ ગરબાના શોખીનો નવરાત્રીની તૈયારી બહુ વહેલા જ શરુ કરી દેતા હોય છે અને મેદાનમાં ઉતરતા પૂર્વે ખાસ્સી પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે મોરબીના સ્ટુડિયો સંચાલક દ્વારા રાસ ગરબાનો સુંદર વિડીયો બનાવવામાં આવ્યો છે અને યુ ટ્યુબ પર વિડીયો અપલોડ કરતા શ્રાવણ માસમાં જ નવરાત્રીનો માહોલ જામી ચુક્યો છે અને વિડીયો યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે
મોરબીના રહેવાસી રવિભાઈ વસાણીયા ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જે ફોટોગ્રાફીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે તો સાથે જ ગુજરાતીઓમાં પ્રિય એવા રાસ ગરબાનો પણ તેમને શોખ હોય જેથી તેને નવરાત્રી પૂર્વે જ પોતાના ગ્રુપ સાથે એક ગરબાનો વિડીયો બનાવ્યો છે જેમાં ભારતીય પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે
ભારતીય પરિધાનોમાં સજ્જ યુવાનો હાલમાં ટ્રેન્ડ કરી રહેલા ગીત પર ગરબે ઘૂમી રહયા છે જેમાં વસ્ત્ર પરિધાન, ગરબા અને ફોટોગ્રાફીનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે અને યુવાન રવિભાઈ વસાણીયા સાથે ઝીલ દોશી, અમી સોનરાજ, ભૈરવી ભોજાણી, મીરલ મહેતા, રિદ્ધિ ડોડીયા, હેમાંગ પરમાર, ઝલક પરમાર, પ્રકાશ કવૈયા અને જીયા મહેતા સહિતના કલાકારો જોડાયા હતા
તો કેમેરા વર્કમાં રવિ વસાણીયા તેમજ દિપક અડવાણી (ડ્રોન કેમેરો) તેમજ વિરાજ મસાણીએ કર્યું હતું યુ ટ્યુબમાં ગરબાનો વિડીયો અપલોડ કર્યાના 10-11 દિવસોમાં જ 81,000 થી વધુ લોકોએ વિડીયો નિહાળ્યો છે તો વીડિયોને લાઈકસ પણ ભરપૂર મળી રહ્યાં છે
જુઓ નવરાત્રીનો યુ ટ્યુબમાં ધૂમ મચાવતો વિડીયો।……..