Billboard ad 1150*250 Billboard ad 1150*250

કોઇપણ પરિસ્થતિનો હિંમતપૂર્વક સામનો કરી શકાય છે, જુઓ સર્ગભા વિદ્યાર્થીનીનો આ વિડીયો

કદમ અસ્થિર હોય જેના ટ એને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિ સાર્થક કરતા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે આવો જ કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે જેમાં એક સગર્ભા મહિલા જેને ડીલીવરી આડે થોડા જ દિવસો બાકી છે તે પરીક્ષા આપી તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી રહી છે.

મોરબીમાં પરણીને સાસરે આવેલી જાગૃતિબેન ભાસ્કરભાઈ વાળા નામની પરિણીતા હાલ મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમાં એસવાયબીએની પરીક્ષા આપી રહી છે જે સગર્ભા છે અને તેણે હાલ નવમો માસ ચાલી રહ્યો છે જેને ડીલીવરીમાં દસેક દિવસનો સમય બાકી છે છતાં પણ જાગૃતિબેન હોશભેર પરીક્ષા આપી રહ્યા છે

તો કોલેજના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશીયા પણ સગર્ભા મહિલાને પુરતો સહયોગ કરી રહ્યા છે જેનો પરીક્ષા ખંડ ત્રીજા માળે હોય જે પ્રથમ માળે વ્યવસ્થા કરી આપી હતી. મહિલાને કોઈ અગવડ ના પડે તે માટે અલગ ક્લાસરૂમ અને અલગ સુપરવાઈઝર ફાળવી દેવાયા છે તો મહિલાને મેડીકલ સુવિધાની જરૂરત પડે તો તે પણ નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આ મહિલાએ જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તે અન્ય વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું છે તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાથી ડરી જઈને ખોટા માર્ગ અપનાવતા હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat