Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ત્રણ અલગ-અલગ સ્થળે જુગાર રમતા તેર ઝડપાયા

મોરબીમાં બી ડીવીઝન પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખ્સોને ૨૮ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે મોરબી તાલુકા પોલીસે અમરનગર ગામે દરોડો પાડી જુગાર રમતા પાંચ શકુનીઓને ૨૭ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર વિસ્તારમાં હવેડા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા મહાદેવ રતાભાઈ બારૈયા, સંજય સવજીભાઈ કુવારીયા, મહેશ વીરજીભાઈ પીપળીયા, ધીરુ માધુભાઈ બારૈયા અને પ્રવીણ રાજાભાઈ હમીરપરાને રોકડ રકમ ૧૧૭૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજા બનાવમાં મોરબીના કાંતિનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મેહબૂબ બચુભાઈ સંધી, અબ્બાસ કરીમભાઈ ભટ્ટી અને અમિત મિયાણાને રોકડ રકમ ૧૬૭૦૦ના મુદમાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે મોરબી તાલુકા પોલીસ અમરનગર(તારાપર) ગામે પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરનગર ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા જસુભા ભાવુભા ઝાલા, વનરાજસિંહ ગોવુભા, દેવીસિંહ હરિસિંહ ઝાલા, જયુભા ગુમાનસિંહ ઝાલા, અને માવજીભાઈ ઝવેરભાઈ પાંચોટિયાને રોકડ રકમ રૂ.૨૭૦૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat