માળિયાના ખેડૂતોનો સિંચાઈના પાણીની માંગ સાથે ઉપવાસનો ત્રીજો દિવસ, લડી લેવા નિર્ધાર

માળિયાના છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઈના પાણી માટેની હાલાકીને પગલે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યાનો આજે ત્રીજો દિવસ છે અને જ્યાં સુધી કેનાલમાં પાણી ખીરઈ સુધી ના પહોંચે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે

માળિયા બ્રાંચ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કેનાલમાંથી રવિપાક માટે પાણી ના મળતા ખેડૂતોએ સોમવારથી ઉપવાસ આંદોલન શરુ કર્યા છે જેનો આજે ત્રીજો દિવસ છે જોકે ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા ખેડૂતોની મુલાકાત માટે શાસક કે વિપક્ષના એકપણ નેતા હજુ પહોંચ્યા નથી તો ખેડૂતોની માંગણી સાંભળવા માટે તંત્ર પાસે પણ સમય ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે ત્યારે રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને જ્યાં સુધી પાણી નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

ખેડૂત આગેવાન પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કેનાલમાં હજુ પાણી ટીકર સુધી જ પહોંચ્યું છે ને માળિયાના છેવાડાના 15 થી વધુ ગામો સુધી પાણી પહોંચતું જ નથી જેથી તંત્ર પાણીચોરી અટકાવે તેમજ પાણીનો ફોર્સ વધારે તો જ માળીયાના છેવાડાના ખેડૂતોને રવિપાક માટે પાણી મળી શકશે બીજી તરફ આજે ઉપવાસનો ત્રીજો દિવસ છે છતાં ખીરઈ સુધી પાણી ના પહોંચે ત્યાં સુધી લડી લેવાનો મક્કમ નિર્ધાર ખેડૂતોએ વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat