Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિંધાવદર ગામે આવતીકાલે ત્રીજી વાર્ષિક સમાજ સુધારણા કોન્ફરન્સ

ઇસ્લામ ના અંતીમ નબી, ભાઇચારા નો, શાંતી, સલામતી નો સંદેશો આપનાર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહોતઆલા અલૈહી વસ્સલમ. અને મુસ્લીમ પંચાગ મુજબ મુસ્લિમ સમાજમાં રજબ મહિનો ખ્વાજા ગરીબ નવાઝ – અજમેર શરીફ છઠી શરીફના મહીના તરીકે જાણીતો છે. હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહોતઆલા અલૈહી વસ્સલમ તથા ખ્વાજા ગરીબ નવાઝ – અજમેર શરીફની પ્રસંશામાં આવતીકાલે શનીવારે ઈશાની નમાજ બાદ વાંકાનેર ના અશરફનગર (સિંધાવદર) ગામે સમાજ સુધારણા કોન્ફરન્સ (ઇસ્લાહુલ મુસ્લેમીન કોન્ફરન્સ) નામે શાનદાર બેનમૂનેદાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સાથે સાથે હાલના મહાન જીવીત સુન્ની ધર્મગુરૂ સૈયદ મોહમ્મદ મદની અશરફી ( શૈખૂલ ઇસ્લામ ) કીછોછા શરીફ વાળા નો જન્મ દિવસ મુસ્લિમ મહિના મુજબ 1 રજબ ના દિવસે 83 વર્ષ પૂર્ણ થતાં હોય તેમની ખુશીના મોકા ઉપર જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે માનવ સમાજ માં જે ખરાબીઓ દંભ, આડમબર, ક્રોધ, કપટ, ઈર્ષા, અદેખાઈ, ધમંડ, અદાવત, ભષ્ટાચાર, અજ્ઞાનતા, બેરોજગારી, પોતાનું આગવું સ્થાન લઇ અસામાજીકતા ફેલાવવામાં સફળ રહ્યા છે. આ તમામ સમસ્યા ના હલ અને ઉકેલ માટે અશરફનગર – સિંધાવદર – કાસમપરા – વાંકાનેર – મોરબી- રાજકોટ ના આમ તમામ ગામ ના સાથ સહકાર થી સમાજ સુધારણા કોન્ફરન્સ (ઇસ્લાહુલ મુસ્લેમીન કોન્ફરન્સ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમાજ સુધારણા કોન્ફરન્સ (ઇસ્લાહુલ મુસ્લેમીન કોન્ફરન્સ) ના ખાસ વકતા મૂળ કીછોછા શરીફ ( ઉતર પ્રદેશ ) ના વતની હાલ રાજસ્થાન – જોધપુર જીલ્લા ના રહેવાસી મોરબી જીલ્લામાં પ્રથમ વખત પધારનાર સૈયદ નુરમિયા અશરફી સાહેબ પોતાના આગવા મિઝાઝ માં ઉપસ્થિત રહેનાર છે. તેમ શ્રી ફરીદ એ પરાસરા ( એડવોકેટ ) મો : 96872 37991 એ જણાવ્યુ છે.
કાર્યક્રમ ની સાથે સાથે સૈયદ નુરમિયા અશરફી સાહેબ ડીસા જીલ્લા માંથી રોડ માર્ગે બપોરે ના 3 ( ત્રણ ) વાગ્યાની આસપાસ અશરફનગર (સિંધાવદર) ગામે પહોચનાર છે. ધાર્મીક સંસ્થાની મુલાકાઈ લઈ સાંજે મગરીબ નમાઝ અશરફનગર (સિંધાવદર) મસ્જીદ ખાતે પઢાવનાર છે.
સમાજ સુધારણા કાર્યક્રમ નો કેન્દ્રવર્તી વીચાર આપનાર તથા કાર્યક્રમ ના અધ્યક્ષ મોલાના ગુલામહુસેન અશરફી રહેશે. કુરાન શરીફ ના પઠન થી હાફીઝ આરીફ અશરફી સાહેબ કાર્યક્રમ નું પ્રસ્થાન કરાવશે. કાર્યક્રમ નું સમગ્ર સંચાલન પોતાની આગવી કળા માં જામનગર થી પધારનાર મોલાના રીઝવાન શાહ સાહેબ કરનાર છે. નાત શરીફ ( ગુણગાન ) પઢવા હાફીઝ ગુલામમુર્તુઝા સાહેબ – મોરબી થી પોતાના સાથી મીત્રો સાથે પધારનાર છે.

આ પ્રસંગ ની શોભા વધારવા ખાસ કરીને વાંકાનેર તાલુકા અંદર સમાજ સુધારણા સંસ્થાઓ જે છેલ્લા 25 વર્ષથી પોતાની સેવા બજાવી રહી છે. દારૂલ ઉલૂમ એહલે સુન્નત હકાનીયા – ખીજડીયા જેમના બાની સૈયદ અબ્દુલહક્ક સાહેબ હતા, દારૂલ ઉલૂમ યતીમયાહ – પલાસડી, દારૂલ ઉલૂમ ગોષે સમદાની – પીપળીયારાજ, દારૂલ ઉલૂમ મોઇનુદીન ચીશ્તી – વીડી ભોજપરા, જામીયા ખદીજતુત્તાહેરા લીલબનાત – પ્રતાપગઢ, જામીયા જામીયા ફાતેમાજહરા લીલબનાત – પાંચદ્વ્રારકા, મોહદીશે આઝમ મિશન – વાંકાનેર બ્રાન્ચ, શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ – વાંકાનેર – રાજકોટ – મોરબી જીલ્લાની તમામ બ્રાન્ચ – સંસ્થાના પ્રમુખો, સભ્યો, પ્રીન્સીપાલો પોતાના સાથી આલીમો, મુફતી સાહેબ ના નૂરાની કાફલા સાથે ઉપસ્થિત રહેનાર છે. સાથે સાથે હિન્દુ – મુસ્લિમ સમાજ ના સફળ ખેડૂતો મિત્રો, વકીલો, ડોકટર, પત્રકારો, વેપારીઓ, શીક્ષકો, પ્રોફેસરો, વિધાર્થીઓ, તથા અલગ અલગ વિભાગ નિષ્ણાત બુધ્ધીજીવી માણસો ઉપસ્થિત રહેનાર છે.

અશરફનગર ( સિંધાવદર ) ગામની દીદાર ડેકોરેશન કમિટી ના સભ્યો તથા ગ્રામજનો આ કાર્યક્રમ ને સફળ બનાવવા છેલ્લા 15 દિવસથી ગામે ગામે ફરીને તથા સોશીયલ મીડિયા થકી લોકોને સંદેશો આપી વાર્ષીક ત્રીજી (3) સમાજ સુધારણા કાર્યકરમ (ઇસ્લાહુલ મુસ્લેમીન કોન્ફરન્સ) ના હેતુ અને ઉદેશો સમજાવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat