હળવદના મિયાણી ગામેથી ટ્રેક્ટર ટ્રોલી સાથે કોઈક ચોરી ગયું !

 

 

                                          હળવદ પંથકમાં વાહનચોર ગેંગ બેફામ બની હોય તેમ અનેક વાહનચોરીના બનાવો બનતા રહે છે તો મિયાણી ગામેથી ટ્રોલી સાથે ટ્રેક્ટર ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

      

                                         હળવદ તાલુકાના મિયાણી ગામના રહેવાસી મુન્નાભાઈ છેલાભાઈ ભરવાડ (ઊવ ૨૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મહિન્દ્ર ઇકો ટ્રેક્ટર જેના રજી. નં આવેલ નથી તે લાલ કલરનું ટ્રેક્ટર કીમત ૨,૮૧,૦૦૦ અને ટ્રોલી કીમત ૮૦,૦૦૦ મળીને કુલ ૩,૬૧,૦૦૦ ની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat