મોરબી શહેરમાં આવતીકાલે વિવિધ વિસ્તારોમાં વીજકાપ રહેશે

 

આવતીકાલે તારીખ ૨૨.૦૬.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મુનનગર ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તે ઉપરાંત આવતીકાલે તારીખ ૨૨.૦૬.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ GETCO ના મોરબી શહેર-૧ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ૬૬ કેવી મોરબી (શનાળા) સબ સ્ટેશન તથા ૬૬ કેવી વજેપર માથી સબ સ્ટેશનમાથી નીકળતા તમામ ફીડરો સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ તમામ ફીડરોમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં અવધ ફીડર, ટેલીકોમ ફીડર, ન્યુ બસ સ્ટેન્ડ ફીડર, કાલિકા પ્લોટ ફીડર, ગૌશાળા ફીડર, મધૂરમ ફીડર કે જે ૬૬ કેવી મોરબી બી (શનાળા) સબ સ્ટેશનમાંથી નીકળે છે જ્યારે હોસ્પીટલ ફીડર, મુનનગર ફીડર, રાજનગર ફીડર અને લાતી પ્લોટ ફીડર ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાંથી નીકળે છે. જેમાં જુના બસ સ્ટેશનથી લઇને શનાળા રોડ, રવાપર રોડ, રવાપર ચોકડી સુધીનો વિસ્તાર તથા પંચાસર રોડ, વાવડી રોડ, લાતી પ્લોટ વિસ્તાર, આલાપ રોડ, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Comments
Loading...
WhatsApp chat