મોરબી શહેરના અનેક વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે અડધો દિવસ વીજકાપ રહેશે




પીજીવીસીએલ દ્વારા તા. ૨૪ ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે ૭ થી બપોરે ૧ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજકાપ રહેશે
જેમાં મોરબી શહેર પેટા વિભાગ ૨ માં આવતા સીટી ફીડરમાં આવતા જજ બંગલો, કલેક્ટર બંગલો, ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, કડિયા કુંભાર શેરી, સુભાષ રોડ, નાસ્તા ગલી, નેહરૂ ગેટ થી ગ્રીનચોકનો વિસ્તાર, કાપડ બજાર, લુવાના પરા, સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે
તેમજ શહેર પેટા વિભાગ ૧ હેઠળ આવતા લાતીપ્લોટ ફીડરમાં આવતા હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા જણાવ્યું છે



