Billboard ad 1150*250

મોરબીના રંગપર ગામે મોબાઈલ વગાડવા જેવી બાબતે બે પક્ષ વચ્ચે મારામારી

0 1,424
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિકના મજુર ક્વાર્ટરમાં રૂમ સામે બેસવાની ના કહેતા બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી જે મામલે બંને પક્ષ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે તો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

        મોરબીના રંગપર ગામે રહીને વોટેરો સિરામિક એકમમાં કામ કરતા સંજયભાઈ લક્ષ્મણભાઈ જેનાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના સનાજના સાતેક વાગ્યે વોટેરો સિરામિકની મજુર કોલોનીમાં લાઈટ જતી રહેલ જેથી કોલોનીવાળા બધા બહાર બેઠેલ હોય જેમાં શિવપ્રસાદ તેની રૂમ સામે બેસી મોબાઈલ જોતો હોય અને તેની રૂમ સામે રહેતો મુર્તુજાએ તેને ત્યાં નહિ બેસવા કહી ઝધડો કરેલ જેથી ઝધડામાં સમાધાન કરવા જતા આરોપી મુર્તુજાભાઈ, શિવજીભાઇ, જુન્નાભાઈ, મુનીમભાઈ, મનીષકુમાર, રવિકુમાર અને મહમદ આસિફએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના સળિયા તતઃ લાકડીઓ જેવા હથિયારો ધારણ કરી ફરિયાદી સંજયભાઈ તથા ઈજા પામનાર સાહેદોને ગાળો આપી ફરિયાદી સંજયભાઈ તથા તેની સાથેના માણસોને  માર મારી માથામાં ટાકા આવે તેવી ઈજા કરી તેમજ ફરિયાદી સંજયભાઈના ભાઈ કાશીનાથ ઉપર જીવલેણ હુમલો કરી માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા કરી હોવાની ફરિયાદ સંજયભાઈ જેનાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

        તો સામાપક્ષે મુર્તુજાભાઈ છોટનમિયા અંસારીએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના સાંજે સાતેક વાગ્યે કોલોનીમાં લાઈટ ન હોય જેથી ફરિયાદી મુર્તુજાભાઈની ઓરડીની સામે કર્ખામાં કામ કરતા શિવપ્રસાદ સુરેન્દ્રભાઈ પ્રધાન પોતાનો મોબાઈલ ઉચા અવાજે વગાડતો હોય જેથી ફરિયાદી મુર્તુજાભાઈએ તેઓને પોતાની ઓરડીથી દુર જવાનું કહેલ જેથી શિવપ્રસાદ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી મુર્તુજાભાઈ સાથે ઝધડો કરવા લાગેલ અને તેઓના મિત્રો સંજયભાઈ લક્ષ્મણભાઈ જેના, રમેશભાઈ સુધસંજનભાઈ જેના, શિવસંભુભાઈ કાર્તિકભાઈ બહેરા, કાશીનાથભાઈ લક્ષ્માંનભાઈ જેના, અશ્વિનભાઈ કમલકાન્તભાઈ નાયક, ગોપાલભાઈ રામચંદ્રભાઈ નાયકબે બોલાવીને એક જૂથ થઇ ફરિયાદી મુર્તુજાભાઈ તથા તેના મિત્રોને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી મુંઢ ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat