માળિયાના આકાશમાં સૂર્યનો અનોખો નજારો જોવા મળ્યો



માળીયા પંથકમાં સૂર્યના અનોખા નજારાને લોકોએ મન ભરીને માણ્યો હતો. જેમાં સવારના સૂર્યની ફરતે મોટું રાઉન્ડ દેખાતા લોકો આ રમણીય દશ્ય જોવા ઉમટી પડ્યા હતા.
માળીયા પંથકના માણાબાર, ચીખલી, સુલતાનપુર, અર્જુનનગર, વેજલપર, ખાખરેચી અને કુંભરીયા સહિતના વિસ્તારોમાં આજે સવારે સૂર્યનો અનોખો આકાશી નજારો સર્જાયો હતો. જેમાં સૂર્યની ફરતે રાઉન્ડ જોવા મળતા લોકોએ ક્યારેક જ જોવા મળતો અદભુત નજારો કુતુહલ વર્ષ થઇ ને જોયો હતો.