Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં વીજળી પડતા ફાયરની ગાડીમાં આગ

ખીજડીયા ગામે ઘરમાં વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા

રાજ્યમાં ભારે વરસાદ તારીખ ૩૧ સુધી પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે જેના લીધે તંત્ર એલર્ટ તો રાખવામાં આવ્યું છે ત્યારે ગત રાત્રીના અચાનક મોરબી જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને બધા તાલુકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જેમાં વાંકાનેર ના જડેશ્વર રોડ પર આવેલી પલીકની જૂની કચેરી જ્યાં હાલ ફાયર ના વાહનો અને સેનિટેશન સામાન રાખવામાં આવે છે ત્યા વીજળી પડતા ફાયર નવી ગાડીની કેબીન બળી ને ખાખ થઇ ગઈ હતી તો ટંકારના નાના ખીજડીયા ગામે રેહતા વિનોદ દેવશીભાઈ ચૌહાણ ના ઘરમાં રાત્રે વીજળી પડતા ટી.વી. અને પખા સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા જોકે સદનસીબે કોઈ ને ઈજા ન થઇ હતી

 

 

Comments
Loading...
WhatsApp chat