


હળવદની ટીકર રોડ ભંગારના ગોડાઉનમાં શોટે સર્કીટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ ના કારણે પ્લાસ્ટીક થેલીઓ, પાઈપ પેપર પસ્તી ભંગાર સહીત બળી ને ખાખ આગ ના કારણે લાખોનું નુકસાન થવા પામ્યું છે તો આગના બનાવની જાણ હળવદ પાલિકા કમૅચારીઓ ને થતા ઘટનાસ્થળે દોડી ને પાણી ના ટેન્કરો સતત ચાલુ રાખતા ત્રણ કલાકો ની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી
હળવદ ના ટીકર રોડ પર આવેલ એસ આર પેટ્રોલ પંપ ની પાછળ હળવદ ના શીરાઝભાઈ હબીબભાઈ ની સરકાર એન્ટર પ્રાઈઝ નામ ની ભંગાર ની ગોડાઉનમાં મંગળવારે બપોરે એકા એક ઈલેક્ટ્રીક વિજવાયરથી શોટે સર્કીટ થવા થી આગ લાગતા ગોડાઉનમાં પડેલ પ્લાસ્ટીક થેલીઓ અને પી વી સી પાઈપ સહીત ના ભંગાર બળી ને ખાખ થઈ ગયો હતો ગોડાઉનમાં આગ ના કારણે મજૂરો મા દોડધામ મચી જવા પામી હતી આગ ના કારણે લાખો રૂપિયાની નોટ સામાન ભંગાર બળી ને ખાખ થઈ ગયો હતો
આગ અંગે ની જાણ શીરાઝભાઈ ભટ્ટીએ હળવદ નગર પાલિકા ના પ્રમુખ હીના બેન રાવલ ને કરતા તુરંત પાલિકા ના પાણી પુરવઠા વિભાગ ના ગૌરાંગ ભાઈ રાવલ .બીટુભાઈ મલેક .સહીત ના કમૅચારીઓ ઘટના સ્થળે દોડી આવી ને સતત પાણી ના ટેન્કરો ચાલુ રાખી પાણી નો મારો ચાલો રાખતા આગ ત્રણ કલાક બાદ આગ કાબુમાં આવી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આગ કાબુમાં આવતા તંત્ર રાહત નો શ્વાસ લીધો હતો

