



મોરબીના આમરણ નજીકના બેલા ગામમાં આજે સાંજના સુમારે વાડામાં આગ લાગતા ફાયરની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
બેલા ગામમાં એક વાડામાં ઓચિંતી આગ ફાટી નીકળતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વાડામાં કણબ સહિતનો માલસામાન બળીને ખાખ થયો હતો જોકે આગ ક્યાં કારણોસર લાગી હતી તે જાણી સકાયું નથી તેમજ આગને કારણે કોઈ જાનહાની થઇ ના હોવાથી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો



