



મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૬ માં આવેલ ઇલેક્ટ્રોપ્લેટીગ યુનિટ માં આજે બપોરના સમયે શોટસર્કીટને કારણે આગ લાગી હતી આગને પગલે યુનિટમાં કામ કરી રહેલા તમામ સ્ટાફના લોકો સમયસર બહાર નીકળી ગયા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી. જગદંબા ઇલેક્ટ્રોપ્લેટ કારખાનામાં લાગેલી આગ અંગે ફાયરની ટીમને જાણ કરાતા તુરંત ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે કારખાનાના યુનિટમાં રહેલો કેટલોક માલસામાન બળીને ખાખ થયો હતો. જોકે નુકશાનીનો આંક મેળવી શકાયો નથી. જોકે કોઈ જાનહાની ના થતા ફાયરની ટીમ અને કારખાનેદારે રાહતનો શ્વાસ લીધો હતો.

