


મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર સામેના શ્રીજી કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી એચ.એચ. ડોસાણી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં આગ લાગતા ફાયરની એક ટીમ દોડી ગઈ હતી. સીસીટીવી કેમેરાની દુકાન માં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડ્યા હતા. આગને પગલે દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાના જથ્થામાં નુકશાન પહોંચ્યું હતું તેમજ ભરચક વિસ્તારમાં આગના બનાવને પગલે લોકોના જીવ પકીડે બંધાયા હતા તેમજ થોડીવાર માટે ટ્રાફિકની સમાસ્યા પણ સર્જાઈ હતી. ફાયરની એક ટીમે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈને જાનહાની થવા પામી ના હતી.