


તાજેતમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીની જાહેરાત કૃષિ મંત્રી આર.સી. ફળદુએ કરી છે પરંતુ મોરબી જીલ્લામાં હજુ ટેકાના ભાવે મગફળી વેચાણ કરનાર ખેદુતોનોએ પેમેન્ટ મળ્યું નથી ત્યારે સરકાર ખેડૂતોને પેમેન્ટ સમયસર ચુકવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબી સર્વે જ્ઞાતિ માનવ સેવા સમાજના પ્રમુખ મોહનભાઈ રામોલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે તા. ૦૬-૦૩-૧૮ થી ૦૯-૦૩-૧૮ ચાર દિવસ ખરીદી કરી હતી જે ખેડૂતોને આજ સુધી પેમેન્ટ મળ્યું નથી અને ખેડૂતો પરેશાન છે ત્યારે કૃષિમંત્રી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરે છે ત્યારે સરકારે મગફળીના પેમેન્ટની ચિંતા કરવી જોઈએ અને ખેડૂત છતાં પૈસે મૂંઝવણમાં મુકાઈ આપઘાત કરે છે
જેથી સરકાર ખેડૂતોની ચિંતા કરી મગફળીના પેમેન્ટ માટે વ્યવસ્થા કરી તેવી માંગ કરી છે તેમજ સીએમને પત્ર સાથે મગફળી ખરીદીના બીલની કોપી પણ સાથે આપી છે જેમાં સંસ્થાના પ્રમુખ જે પોતે ખેડૂત છે જેને ૬ માર્ચના રોજ મગફળી વેચી હોય જેનું દોઢ મહિના બાદ પણ ૨૮ હજારથી વધુનું પેમેન્ટ મળ્યું નથી જેથી યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

