Billboard ad 1150*250 Billboard ad 1150*250

મીઠું પકવતા અગરિયા પરિવારોને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા જ નથી !

અગાઉ ટેન્કર મારફત મળતું પાણી પણ બંધ, કલેકટર સમક્ષ કરી પાણીની માંગ

 

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલા રણ વિસ્તારમાં પીવાના પાણીની તંગી જોવા મળતી હોય જે મામલે અગરિયા પરિવારોએ આજે જીલ્લા કલેકટરને રજૂઆત કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

હળવદ તાલુકાના દસ એકરીયા અગરિયા પરિવારોએ આજે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના અગરિયા પરિવારો સખ્ત મહેનત કરી મીઠું પકવવાનું કામ કરે છે આ વિસ્તારમાં જ અગરિયા પરિવારોએ વસવાટ કરવો પડે છે જે ૬૦ થી ૭૦ કિમીનો વિસ્તાર છે. આખા વર્ષ દરમિયાન આ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે

પરંતુ ગત ઓક્ટોબર બાદથી પાણી આપવાનું બંધ કરી દેવાયું છે જેથી આ વિસ્તારના અગરિયા પરિવારોને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરને રૂબરૂ રજૂઆત કરી હતી પરંતુ ટેન્કર ચાલુ કરવા મંજુરી આપી નાથી જેથી કલેકટર સમક્ષ રજૂઆત કરી ટેન્કરથી પાણી આપવાની માંગ કરી હતી જેના જવાબમાં જીલ્લા કલેકટરે વહેલી તકે ટેન્કરથી પાણી આપવાની ખાતરી આપી હતી.

 

Comments
Loading...
WhatsApp chat