પીવાના પાણીની લાઈનમાં ભંગાણ, જાહેર મિલકતને નુકશાન કરનાર પાંચ સામે ગુન્હો નોંધાયો

                                                                                હળવદના જુના-નવા દેવળીયા ગામની સીમમાં જાહેર જનતા માટે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદેસર કનેક્શન લઈને જાહેર મિલકતને નુકશાન કરી પાણી ચોરી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

                                                                                હળવદ તાલુકાના દેવળિયા ગામે રહેતા મહેન્દ્રભાઈ રૂપજીભાઈ પટેલ, નારાયણભાઈ લવજીભાઈ ભોરણીયા, મેં. અઘારા નીટવેર કારખાનેના જવાબદાર માણસ, મેં. રોનક પેટ્રોલીયમ વાળાના જવાબદાર માણસ અને લાલજીભાઈ કરશનભાઈ પટેલએ હળવદ થી દેવળિયા સુધીની જાહેર જનતાના પીવાના પાણી માટે ઉપયોગી ૨૫૦ મીમી વ્યાસની પીવીસી પાઈપ લાઈન તોડી તેમાં ગેરકાયદેસર કનેક્શન લઇ પાણીનો બગાડ કરી જાહેર મિલકતને નુકશાન કરી પાણીની ચોરી કરી હોવાની ફરિયાદ સરકારી કોન્ટ્રાક્ટર મહેન્દ્ર કરશનભાઈ પરમારએ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat