સૈનિક પરિવારની નિશુલ્ક સારવાર કરનાર તબીબોના ઋણ સ્વીકાર

સૈનિક પરિવાર પ્રત્યે માન સન્માન દાખવીને સૈનિક પરિવારની પુત્રીની સારવાર કરનાર ડોકટરોનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું છે અને સૈનિક પરિવારે તબીબોને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામના વતની પ્રવિણાબા ઝાલાએ મોરબીના જાણીતા ઈએનટી સ્પેશ્યાલીસ્ટ ડો. હિતેશ પટેલ અને બાળરોગ નિષ્ણાંત ડો. મનીષભાઈ સનારીયાનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં ફરજ બજાવતા એક સૈનિકની દીકરીને ગંભીર બીમારીમાં ડો. સનારીયા સાહેબે બાળકોના દર્દના નિષ્ણાંત દ્વારા સઘન સારવાર આપી અને કોઈ જાતનો ચાર્જ લીધા વગર સારવાર આપી જીવન બચાવ્યું હતું તેમજ કાન નાક ગળાના સર્જન ડો. હિતેશ પટેલ ગોલ્ડ મેડાલીસ્ટ દ્વારા હોસ્પિટલના ઓપનીંગ વખતે સૈનિક પરિવાર તરીકે આમંત્રણ પાઠવ્યું હતું જે બદલ આભારી છીએ અને પુત્રવધુનું સારવારનો ખર્ચ સૈનિક પરિવાર પાસેથી ના લીધો જેથી આપના ઋણી છીએ.

વધુમાં જણાવ્યું છે કે છેલ્લા પચાસ વર્ષથી મારા પરિવારના સભ્યો લશ્કરમાં છે મારા પિતા અને ભાઈ પણ લશ્કરમાં હતા જે બંને સેવાનિવૃત છે તેમજ મારો દીકરો છેલ્લા પચ્ચીસ વર્ષથી લશ્કરમાં છે જે રાજસ્થાન બોર્ડર પર જુનીયર કમીશન ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે આજે જયારે લોકો પોતાના સ્વાર્થમાં રચ્યાપચ્યા રહે છે ત્યારે આપ બંને ડોકટરોએ સૈનિકો પ્રત્યે અદર વ્યક્ત કર્યો અને ફ્રી સારવાર આપી જેથી એક જવાનની માતા તરીકે આપ બંને સાહેબને લાખ લાખ ધન્યવાદ પાઠવું છું.

Comments
Loading...
WhatsApp chat